સ્વાતંત્રતા સેનાની પંડિત દીનદયાલ ઉપાધ્યાની 50મી પુણ્યતિથિ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાની જન્મજ્યંતિ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર તેમને નમન. ગરીબ, વંચિત અને ગ્રામીણ લોકો માટે પંડિતજીએ કરેલા કાર્યો હંમેશા પ્રેરણા આપે છે.
જનસંઘના અધ્યક્ષ અને બીજેપીના સંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર દેશવાસીઓએ તેમને યાદ કર્યા છે. પંડિત દીનદયાળને તેમની નિષ્ઠા અને ઇમાનદારી માટે ઓળખવામાં આવે છે. તેમનું માનવું હતું કે, હિન્દુ ધર્મ કોઇ સંપ્રદાય નહીં પણ ભારતની સંસ્કૃતિ છે. પંડીતજીની 50મી પુણ્યતિથિ પર ટ્વીટર પર #PanditDeendayalUpadhyaya ખૂબ ટ્રેન્ડ ચાલ્યો. આ હેસ ટેગ પર અસંખ્ય લોકોએ ટ્વીટ કરી પંડિત દિનદયાલ ઉપાધ્યાને શ્રદ્ધાંજલિ અર્પી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ભાજપનાનેતાઓએ પંડીતજીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યા છે.