આજે વિશ્વ કિડની દિવસે રાજયભરમાં કિડનીના રોગો અંગે જનજાગૃતિ કાર્યકમો યોજાશે.
Live TV
-
કિડની દિવસની આ વર્ષની વિષય વસ્તુ છે સાવચેતી વહેલા નિદાન અને કાળજીથી સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની. કિડની એજયુકેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કિડની દિવસ નિમિતે વિશેષ જન જાગૃતિ ઝંબેશ હાથ ધરાશે.
આજે વિશ્વ કિડની દિવસે રાજયભરમાં કિડનીના રોગો અંગે જનજાગૃતિ કાર્યકમો યોજાશે. કિડની દિવસની આ વર્ષની વિષય વસ્તુ છે સાવચેતી વહેલા નિદાન અને કાળજીથી સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની. કિડની એજયુકેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કિડની દિવસ નિમિતે વિશેષ જન જાગૃતિ ઝંબેશ હાથ ધરાશે. રાજકોટના કિડની નિષ્ણાંત ડો. સંજય પંડ્યા દ્વારા બનાવાયેલી વેબસાઇટ www. Kidney education.com દ્વારા 25 આંતરરાષ્ટ્રીય તથા 12 ભારતીય એમ કુલ 37 ભાષામાં કિડની અંગે સંપૂર્ણ માહિતી વિનામૂલ્યે શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે આ વેબાસાઇટમાં વિશ્વના 100થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા કિડની બચાવવા અંગેની માહીતી ઉપલબ્ધ છે. અમેરીકન સોસાયટી ઓફ નેફોલોજી દ્વારા આ કિડની એજયુકેશન વેબસાઇટને મળેલા સમર્થન થકી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. આ સાથે વિશ્વમાં સૌપ્રથમવાર વોટસઅપ દ્વારા કિડની વિશે જનજાગૃતિ કરાશે.
