ગુજરાત રિજિઅન વુમન આર્ટીસ્ટ એસોસિએશન દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું
Live TV
-
મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 52 થી વધુ ચિત્રોને પ્રદર્શિત કરાયા
ગુજરાત રિજિઅન વુમન આર્ટીસ્ટ એસોસિએશન દ્વારા અમદાવાદમાં રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે એક ચિત્ર પ્રદર્શન યોજાયુ હતું. જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 52 થી વધુ ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ ચિત્રોમાં મોર્ડન આર્ટના સમન્વયથી ગામઠી ચિત્રોમાં સોરાષ્ટ્ર અને કચ્છની જીવન શૈલીને પ્રદર્શિત કરવામાં આવી હતી. કલા ક્ષેત્રે શોખ ધરાવતી ગુજરાતભરની મહિલાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી છેલ્લા નવ વર્ષથી આ પ્રદર્શન યોજવામાં આવે છે
