Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ ટપાલ દિવસ; જાણો ટપાલ દિવસ ઉજવણીની રોચક વાતો

Live TV

X
  • દર વર્ષે 9 મી ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે વિશ્વ ટપાલ દિવસ માટેની થીમ "પુનઃપ્રાપ્તિ માટે નવીનતા (Innovate to recover)" નક્કી કરવામાં આવેલ છે. ટપાલ એ વર્ષો સુધી સંદેશા-વ્યવહાર માટેનું પ્રમુખ માધ્યમ રહ્યું છે.
    વર્ષ 1874 માં આ 9 મી ઓક્ટોબરના દિવસે યુનીવર્ષલ પોસ્ટલ યૂનિયન (UPU) ની રચના માટે સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્નમાં 22 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ધ્યાને લઇ વર્ષ 1969 માં ટોક્યો, જાપાનમાં આયોજિત એક સંમેલનમાં આ દિવસને વિશ્વ ટપાલ દિવસ તરીકે પસંદ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 1 જુલાઇ, 1876 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો સભ્ય બનનાર એશિયાનો પ્રથમ દેશ ભારત હતો. જનસંખ્યા અને આંતરરાષ્ટ્રીય મેલ ટ્રાફિકના આધારે ભારત દેશ શરૂઆતથી જ પ્રથમ શ્રેણીનો સભ્ય રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્માણ બાદ વર્ષ 1947 થી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી બની ગઇ છે. 
    ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજીસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરુઆત બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ઈ.સ. 1764 માં મુંબઇથી થઇ હતી, અને ઈ.સ. 1854 માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો હતો.
    વિશ્વ ટપાલ દિવસની શરુઆત થઈ, બસ ત્યારથી જ દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના કરવામાં આવેલા સંગ્રહોનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply