આજે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી
Live TV
-
11 જુલાઇએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વસતી દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય વસ્તીને કાબૂમાં રાખવો અને વધતી વસ્તીને કાબૂમાં રાખવા સંદેશ આપવાનો છે.
આજે વિશ્વ વસ્તી દિવસ ઉજવાઈ રહ્યો છે..11 જુલાઈ 1989ના રોજ વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવણી કરવાની શરુઆત સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં સંચાલક પરિષદ દ્વારા કરવામાં આવી હતી..દુનિયાભરમાં ખાસ કરીને વિકાસશીલ દેશો સામે વસ્તી વિસ્ફોટ એક મોટી ચિંતાનું કારણ છે..જે ચિંતાનો ઉલ્લેખ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લાલ કિલ્લાના પરથી કરી ચૂક્યા છે..2019માં સ્વતંત્રતા દિવસ સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસ્તીવિસ્ફોટ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે સીમિત પરિવારથી ન માત્ર એક પરિવાર પણ આખા દેશનું ભલુ થઈ શકે છે..પ્રધાનમંત્રીનું કહેવુ છે કે જે લોકો સીમિત પરિવારના લાભની સમજ આપી રહ્યા છે તેઓનું સન્માન થવુ જોઈએ..નાનો પરિવાર રાખનાર દેશભક્ત સમાન છે.
વર્તમાનમાં ચીન અને ભારત દુનિયાના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા દેશ છે..પરંતુ સૌથી ઝડપી ગતિથી વસ્તી વૃદ્ધિ થનારા દેશ નાઈઝિરીયા છે.જે વર્ષ 2050 સુધીમાં અમેરિકાને પાછળ છોડી ત્રીજા સ્થાન પર પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે..હાલમાં ભારતની વસ્તી 130 કરોડથી વધુ છે..સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ દ્નારા જારી કરવામાં આવેલ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન 2019ની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2010 થી 2019ની વચ્ચે ભારતમાં વસ્તી સરેરાશ 1.2 ટકા વધી છે..જે ચીનની વાર્ષિક દરથી બે ગણી વધુ છે.યુએનનું અનુમાન છે કે સમગ્ર વિશ્વની વસતી 2023 સુધીમાં 8 અબજ અને 2056 સુધીમાં 10 અબજને પાર પહોંચી જશે..
