આણંદ : પ્રાકૃતિક ખેતી સહાય માટે iKhedut પોર્ટલ ઉપર 150થી વધુ ફોર્મ ભરાયા
Live TV
-
દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ રૂપિયા 900 પ્રતિમાસ ના વાર્ષિક રૂપિયા 10,800ની મર્યાદામાં સહાય આપવાની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકાઈ
અલી સૈયદ,આણંદ : આણંદમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય માટે આઈ ખેડૂત યોજના અમલમાં મૂકાઈ છે..જે અંતર્ગત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ 900 પ્રતિમાસ લેખે 10,800ની વાર્ષિક સહાય આપવામાં આવી રહી છે..આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ને વેગ મળે તે હેતુસર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરવા માટે અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને દેશી ગાય ઉછેર અને દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે આ સહાય અપાશે.આ યોજના નો લાભ લેવા માટે ગ્રામ પંચાયતમા ઇ-ગ્રામ સેન્ટર મારફતે તથા કોમ્પ્યુટર ઈન્ટરનેટ ની સુવીધા હોય ત્યાથી ખેડુતો ઓનલાઇન અરજી કરી રહયા છે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારો અરજી ની પ્રીન્ટ મેળવી જરુરી દસ્તાવેજો સાથે ગ્રામ સેવક તથા આત્મા પ્રોજેક્ટના ની કચેરી ખાતે ફોર્મ જમા કરાવી રહયા છે.આ સહાય મેળવવા માટે આણંદ જિલ્લાના 150 થી વધું ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડુતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
