Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ : દિવ્યાંગ દ્વારા બનાવાતી ઘરેલુ ચીજોનું સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાણ

Live TV

X
  • આશાદીપ ફાઉન્ડેશને દિવ્યાંગોને મદદરુપ થવા અનોખી પહેલ કરી

    જૂનાગઢમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત આશાદીપ ફાઉન્ડેશન જે માનસિક દિવ્યાંગ બાળકોને પુનઃ સમાજમાં સ્થાપન માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે .જેમાં આવા માનસિક દિવ્યાંગ બાળકોને અહીં સંસ્થા ઉપર બોલાવીને વિવિધ માર્ગદર્શન આપી સંસ્થાના મનોચિકિત્સકો તથા તેમના સ્ટાફ દ્વારા આ બાળકોની રુચિ અને સ્વભાવ પ્રમાણે અલગ-અલગ પ્રવૃત્તિ સાથે કામગીરી કરાવવામાં આવે છે..સંસ્થા દ્વારા ફિનાઈલ લિક્વિડ, સોપ, વોશિંગ પાવડર, ગરમ મસાલો, બામ, વેસેલીન, ગડી જેવી વસ્તુઓ બનાવીને વેચવામાં આવે છે એમના દ્વારા ઊભી થતી આવકને આ બાળકોના ખાતામાં જમા કરી દેવામાં આવે છે આમ તેને આવક પણ થાય છે આ વખતે રક્ષાબંધન નિમિત્તે આ બાળકો દ્વારા રાખડીઓ બનાવવામાં આવી છે covid-19 ના હિસાબે આ ઉત્પાદનને વેચવા માટે સંસ્થાએ સોશિયલ મીડિયાના whatsapp , facebook જેવા માધ્યમથી લોકોને સંસ્થાને સહાય કરવા, લોકલ ને vocal કરવા અને દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર કરવા આ ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.. સંસ્થાના સંચાલકે જણાવ્યું કે લોકો ઘરે બેસીને જ રાખડી પસંદ કરી ઓર્ડર નોંધાવી ઘરે મેળવી શકશે. આમ સંસ્થાને સહકાર પણ મળી રહેશે આ અમારો પ્રયોગ સફળ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply