આજે શીતળા સાતમ ભક્તોએ કરી માતા શીતળાની ભક્તિ
Live TV
-
શીતળા માતાના મંદિરે હજારો ભક્તો આવ્યા, આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ
ચૈત્ર વદ-સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. ધ્રાંગધ્રામાં આવેલ શીતળામાતાનું મંદિર ૨૦૦ વર્ષ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. વહેલી સવારથી લાંબી લાઇનો હતી. આ મંદિરે ચૈત્ર વદ સાતમ ના દિવસે અને શ્રાવણ વદ-સાતમના રોજ મેળો ભરાય છે. જેમાં લાખો માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરે સવારે ૪:૦૦ વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા, દંડવત કરતું આવું. કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે. આ મંદિરે સાતમના રોજ એક હવન પણ કરવામાં આવે છે. આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.