પીપળીયા ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવાયું
Live TV
-
ગામમાં પેવર બ્લોક, ગાર્ડન, આંગણવાડી, કુવા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી.
સુરત જીલ્લાના અંતરિયાળ એવા પીપરીયા ગામની માત્ર નવમાસના ટૂંકા ગાળામાં કાયા પલટ કરી સ્માર્ટ વિલેજ બનાવનાર શિલ્પી એવા સુરત જીલ્લા વિકાસ અધિકારીને જીલ્લા પંચાયત પ્રમુખ, બારડોલી સંસદ તથા ગ્રામજનો દ્વારા પીપરીયા ગામે સન્માનવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લઇ પીપરીયા ગામને પ્રધાન મંત્રી દ્વારા વારાણસી નજીકના જયપુરને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યું છે. એજ પ્રમાણે સુરત જિલ્લાના પીપરીયા ગામને સિકસાવવામાં આવ્યું અને સમગ્ર ભારતમાં પીપરીયા ગામને ગુંજતું કરાયું.
હાલ પીપરિયા ગામમાં પેવર બ્લોક, ગાર્ડન, આંગણવાડી, કુવા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો યશ સ્થાનિક સંરપચ અને આગેવાનોનો પણ છે. નાનકડા ગામમાં આજે છે સ્વચ્છતા ,સાથે છે પ્રદુષણ મુક્ત .આ ગામના નાગરીકોમાં છે સ્વચ્છતાની સમજ, ખુદ બાળકો, વિદ્યાર્થીઓ તેમજ તમામ નાગરીકોમાં છે સ્વચ્છતા પાલનની સમજ. આ ગામના વિકાસમાં કેન્દ્ર સરકાર સહિત ગુજરાત સરકારે તો રસ લીધો જ છે પરંતુ જિલ્લા વિકાસ અધિકારીની આગવી સૂઝ ને કારણે જ આજે આ નાનકડુ ગામ આજે ભારતના નકશામાં સ્માર્ટ વિલેજ તરીકે સ્થાન પામ્યું છે.