દ્વારકામાં પ્રેમભિક્ષુ મહારાજની 48મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
Live TV
-
હાથી-ઘોડા સાથે લગભગ 15 જેટલી બેન્ડ પાર્ટીઓ સાથે હરિભક્તોનો વિશાળ સમૂહ દ્વારકાના માર્ગો પર સતત 8 કલાક સુધી ફર્યો
યાત્રાધામ દ્વારકામાં પ્રેમભિક્ષુ મહારાજની 48મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે 2 દિવસીય કાર્યક્રમના અનુંસંધાને સાંજે દ્વારકાના મખ્ય માર્ગો પર વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશ અને રાજયમાંથી આવેલા ભાવિકભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા દરમિયાન દ્વારકાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાળીને શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન રૂટ પર અનેક જગ્યાએ સેવાભાવી ભક્તો દ્વારા ચા-પાણી અને નાસ્તાના સ્ટોલ ઊભા કરી સેવા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં કથાકાર કનકેશ્વરી જી જોડાયાં હતા. હાથી-ઘોડા સાથે લગભગ 15 જેટલી બેન્ડ પાર્ટીઓ સાથે હરિભક્તોનો વિશાળ સમૂહ દ્વારકાના માર્ગો પર સતત 8 કલાક સુધી ફર્યો હતો. રાત્રિ દસ કલાકે આ શોભાયાત્રા સંકીર્તન મંદિરે પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને દેશમાં અનેક જગ્યાએ સંકીર્તન મંદિરમાં રામધૂનનો અખંડ જાપ શરૂ કરાવનાર પ્રેમ ભિક્ષુ મહારાજની યાદમાં આ શોભાયાત્રા દરવર્ષે યોજવામાં આવે છે.