પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ. ૧ લાખ ર૦ હજારની સહાય આપવાનો નિર્ણય
Live TV
-
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ હવેથી સસ્તા ભાવે આવાસ મળશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ રાજ્ય ના ગરીબ, વંચિત, પીડિત અને અતિ ગરીબ-શોષિત સમૂદાયને પણ સરળતાએ પોતીકું આવાસ છત્ર મળી રહે તેવા સંવેદનાસ્પર્શી ઉદાત્ત અભિગમ થી ડૉ. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં હવેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે રૂ. ૧ લાખ ર૦ હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્ય સરકારની બે આવાસ યોજનાઓમાં પ્રવર્તમાન મકાન સહાય રૂ. ૭૦ હજારમાં વધારો કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ રૂ. ૧ લાખ ર૦ હજાર અપાશે. વિજયભાઇ રૂપાણીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની ડૉ. આંબેડકર આવાસ યોજનામાં હાલ મળતી રૂ. ૭૦ હજારની મકાન સહાયમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે રૂ. ૧.ર૦ લાખ સહાય આપવાની જાહેરાત પણ કરી છે.