ભૂજ ITI ખાતે ભરતી મેળો યોજાયો
Live TV
-
70 જેટલી કંપનીઓએ 690 સીટો ફાળવી, સરકાર તરફથી રૂ.1500નું સ્ટાઇપેન્ટ પણ અપાશે.
શ્રમ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત ભુજ આઈટીઆઈ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી અને રજિસ્ટ્રેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ આઈટીઆઈના આસીસ્ટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝર જગદીશ બારોટે જણાવ્યું હતું કે, આઈટીઆઈ ભુજના કાર્યક્ષેત્રમાં ભુજ, નખત્રાણા, અબડાસા, માંડવી તાલુકાની ૭૦ જેટલી કંપનીઓમાં એપ્રેન્ટીસની ૬૯૦ જેટલી સીટો ફાળવાયેલી છે. જે પૈકી ૪૯૦ સીટો પ્રથમ સત્રમાં ભરાશે. સરકાર તરફથી ૧પ૦૦ રૂપિયા સ્ટાઈપેન્ટ પણ અપાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આઈટીઆઈ બાદ એપ્રેન્ટીસ કરવાથી સરકારી અને કંપનીમાં નોકરીની તકો વધી જાય છે. કચ્છમાં રોજગાર કચેરી ખાતે 10 હજારથી વધુ શિક્ષિત બેરોજગારોની નોંધણી થયેલી છે. ત્યારે આવા શિક્ષિત બેરોજગારોને એપ્રેન્ડીસ દ્વારા વિવિધ કંપનીમાં પ્રેક્ટિકલ નોલેજ મળી રહેશે. અને તેમને દર મહિને 1500 રૂપિયા જેટલું મહેનતાણુ પણ આપવામાં આવશે.