Skip to main content
Settings Settings for Dark

ડાંગ જીલ્લામાં 195 ખેડુતોએ કરી સફળ ભીંડાની ખેતી

Live TV

X
  • શાકભાજીના ઉત્પાદનના લીધે ખેડુતોની આર્થિક સ્થીતીમાં આવ્યો સુધારો.

     

    કુદરતી સૌંદર્ય અને મધની તથા બાગાયતી ખેતી માટે જાણીતો જિલ્લો ડાંગ આદિવાસીઓની હસ્તકળા માટે પણ જાણીતો છે. જોકે હવે વિવિધ પ્રોત્સાહક યોજનાઓને પગલે આદિવાસી ખેડૂતો પણ પ્રગતિશીલ ખેતી તરફ વળ્યા છે. આદિવાસી બહુલ ગણાતા ડાંગ જિલ્લાના ખેડૂતો હવે ફૂલ અને મધની ખેતી ઉપરાંત શાકભાજીની ખેતી  કરવામાં પાવરધા થઈ રહ્યા છે અને આનંદની વાત એ છે કે બાગાયતી વિભાગ તરફથી તેમને આ માટે સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. ડાંગમાં  છેલ્લા કેટલાક સમયથી હાઇબ્રીડ ભીંડાની ખેતીને બાયાત વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે માટે નાણાકીય સહાય પણ કરવામાં આવે છે. 

    રાજયના બાગાયત વિભાગના માર્ગદર્શનને કારણે આ વર્ષે વઘઇ તાલુકામાં આવતા કાલીબેલ, કુળમાળ, ધોધલ ,મલીન, પાળ પાડા, ગોદળીયાના 195 જેટલા ખેડૂતોએ ભીંડાની સફળ ખેતી કરી અને 18 લાખ જેટલી રકમ તેમના ખાતામાં જમા પણ કરાવવામાં આવી છે. પરિણામે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે

    ખેડૂતો ગુણવત્તા સભર ભીંડાનું વેચાણ વ્યારા જઇને પ્રતિ મણે 700થી 800 રૂપિયાના ભાવે કરે છે અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હવે તેઓ ઋતુ અનુસારના શાકભાજીની ખેતી પણ કરી શકે છે.  બાગાયત વિભાગે કરેલી આ પહેલની  અસરકારકતા એ છે કે પ્રગતિશીલ ખેતીને કારણે ખેડૂતોના સ્થળાંતર તો ઘટ્યા જ છે અને  રાજ્યના છેવાડે વસતા ખેડૂતોના જીવનમાં પણ સ્થિરતા આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply