આઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્રનાં નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે: શ્રીમતી સરિતાબેન દલાલ
Live TV
-
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં અનુસંધાને 'નારી તુ દુર્ગા' વિષયને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં વિવિધ એકમો દ્વારા થયું વેબિનારનું આયોજન
8 માર્ચે ર્વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આ ઉજવણીનાં ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં રીઝનલ આઉટરીચ બ્યુરો-અમદાવાદ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો- અમદાવાદ તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યુરો -જુનાગઢ દ્વારા 'નારી તુ દુર્ગા' એ વિષયને લઈને વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. શિહોરની ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં સહયોગથી આયોજિત આ વેબીનારમાં વક્તા વિશેષ તરીકે રીઝનલ આઉટરીચ બ્યુરો અમદાવાદનાં નિદેશક સરિતાબેન દલાલ, જે.એસ.ગોધાણી મહિલા આર્ટ્સ એન્ડ કૉમેર્સ કૉલેજ-જૂનાગઢનાં પ્રિન્સિપાલ ડૉ. જમકુબેન સોજીત્રા, મહેરિઝમ ફાઉન્ડેશન અમદાવાદનાં મુખ્ય મનોવૈજ્ઞાનિક જસબીર કૌર થડાની અને ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં આસિસ્ટન્ટ પ્રોફેસર રીટાબેન લોદરીયા ઉપસ્થિત રહ્યા હતા.
