Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: ડાકોરમાં ભરાતો ફાગણ પૂનમનો મેળો આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો

Live TV

X
  • ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભરાતો ફાગણ પૂનમનો મેળો આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર સમિતિએ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દર વર્ષે ફાગણી પૂનમનાં મેળામાં રાજ્યમાંથી તેમજ રાજ્ય બહારથી લાખો પદયાત્રીઓ, સંઘો અને વાહન લઇને અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતાં હોય છે. જો કે ચાલુ વર્ષે 27, 28 અને 29 માર્ચનાં રોજ મંદિર બંધ રહેવાનું હોવાથી મંદિર સમિતિએ તેમજ સ્થાનિક તંત્રએ વિનંતી કરી છે કે, કોઈ પણ શ્રદ્ધાળુ આ વર્ષે દર્શન માટે ના આવે. જિલ્લાનાં કલેકટર આર.કે પટેલે જણાવ્યુ હતું કે, મંદિર બંધ રાખવાની સાથે ફાગણી પૂનમનાં તમામ કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply