આણંદઃ યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરઆંગણે કરી મશરૂમની ખેતી
Live TV
-
વિદ્યાનગરના યુવકે હાલ 21 બેગમાં મશરૂમની ખેતી કરી છે અને ઘણું ઉત્પાદન મેળવ્યું છે. મશરૂમનું પરિવાર અને ફ્રેન્ડ સર્કલમાં નિ:શુલ્ક વિતરણ કરી રહ્યા છે.
આણંદ જિલ્લામાં ભાગ્યે જ જોવા મળતા અને કીંમતી ઔષધિય ગુણો ધરાવતા મશરૂમનું ઉત્પાદન તેમજ તેની ખેતી અને પદ્ધતિને વિદ્યાનગરના એક ઉદ્યમી યુવકે ઘર આંગણે વિકસિત કરી છે. વિદ્યાનગરના યુવક પુલકિત ભટ્ટે મશરૂમ વિશે છ મહિના અગાઉ વડોદરાના કૃષિ તજજ્ઞ અનિલભાઈ પાસેથી મહત્વની જાણકારી લીધી હતી.
આ પછી યુ ટ્યૂબ સહિતના માધ્યમથી વધુ જાણકારી મેળવી પંજાબ-કાશ્મીર જેવા પ્રદેશોના વાતાવરણ જેવું માહોલ ઘરના એક રૂમમાં ઉભો કર્યો હતો. મશરુમની ખેતી માટે કોઈ ખાતર દવા માટેની બિલકુલ જરૂર હોતી નથી. માત્ર રૂમમાં સામાન્ય અજવાળું અને સમગ્ર રૂમનું તાપમાન ૨૫ થી ૩૦ ડિગ્રી હોવું જરૂરી છે.
