Skip to main content
Settings Settings for Dark

વઘઈ ઉદ્યાનના પ્રવાસીઓની સંખ્યામાં વધારો, બાળકો માટે બનશે ટૉય ટ્રેન

Live TV

X
  • ગુજરાતના ડાંગ જીલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ વનસ્પતિ ઉદ્યાનમાં 2લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. હવે પ્રવાસીઓ માટે આર્ચરીપાર્ક, ગાર્ડન શોપ અને બાળકો માટે ટોય ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

    વઘઈ ખાતે આવેલ વનસ્પતિ ઉદ્યાન 24 હેકટર એટલે કે 60 એકરમાં પથરાયેલું છે. ઉદ્યાનમાં એક સાથે તમામ પ્રકારની વનસ્પતિઓ, વનઔષધિઓ, દેશી અને વિદેશી ફૂલછોડ અને હર્બેરીયમ ની 3,774 સીટ હોવાથી આ ઉદ્યાન વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થઈ રહ્યું છે. અહી હાલમાં આર્ચરી પાર્ક, ગાર્ડન શોપ, સોવેનીયર શોપ અને બાળકો માટે ટોય ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્ઞાનની સાથે મનોરંજન મળતા બાળકો અનેરો આનંદ મેળવી રહ્યા છે. 

    આ ઉદ્યાનમાં છેલ્લા ચાર વર્ષથી બોટની ફેસ્ટમાં વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવે છે. વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રવાસીઓ માટે પણ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply