આણંદનાં ખેડૂતે પાકની બમણી આવક મેળવવા કર્યો અનોખો પ્રયાસ
Live TV
-
આણંદનાં બોરિયાવી ગામમાં રહેતા ખેડુત સેજલ પટેલ દ્વારા ખેતીમાંથી ચાર ગણી આવક મેળવી અન્ય ખેડુતો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે
ખેડુતોની પાકની આવક બમણી થાય તે માટે દેશનાં વડાપ્રધાન સતત અનેક પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં આણંદનાં બોરિયાવી ગામમાં રહેતા ખેડુત સેજલ પટેલ દ્વારા ખેતીમાંથી ચાર ગણી આવક મેળવી અન્ય ખેડુતો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.. શીયાળાની ઋતુમાં ગુજરાતમાં મોટે પાયે રતાળુનું વાવેતર થાય છે જેનું 25 થી 30 રૂપિયામાં કીલો દિઠ ખેડુતો વેચાણ થાય છે, ખેતરમાં રતાળુ કાઢતી વખતે તુટેલા રતાળુ માત્ર 10 થી 15 રૂપીયે કિલો વેચાતા હોય છે, ત્યારે આણંદનાં ખેડુત સેજલ પટેલ અને તેમનાં પરિવાર દ્વારા તુટેલા રતાળુમાંથી વેફર બનાવી તે વેફરને 500 રૂપિયે કિલો વેચીને ખેતીમાંથી અઢળક કમાણી કરી રહ્યા છે..આ ખેડુત દ્વારા 10 રૂપિયે કિલો વેચાતા રતાળુની વેફર બનાવીને તેને રાજ્ય સરકાર દ્રારા ઓગ્રેનીક વસ્તુ અને ખેડુતો પોતાનો માલ સીધો વેચી શકે તે જગ્યાઓએ જઈને 500 રૂપિયે કિલો વેચીને બમણી કમાણી ખેતીમાંથી કરવામાં આવી રહી છે..આ ખેડુત પોતાનાં પાકમાંથી ન માત્ર વેફર પરંતુ રતાળુનાં ભજીયા પણ બનાવે છે.. આ રીતે આ ખેડુતે ખેતીનાં પાકથી વેલ્યુ એડિશન એટલે કે બમણી આવક કઈ રીતે મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ અન્ય ખેડુતો માટે પુરૂ પાડ્યુ છે..
