વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબધ્ધ ગુજરાત સરકાર, જાણો શેરો પોઝિટિવ ઈલનેસ શિષ્યવૃત્તિ યોજનાના લાભ
Live TV
-
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષે આ યોજના અન્વયે 3500 બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું લક્ષ્ય
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત બાળકો માટે ખૂબ સુંદર યોજના અમલમાં છે..જેના વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હશે...આ યોજનાનું નામ છે શેરો પોઝિટિવ ઈલનેસ શિષ્યવૃત્તિ યોજના...આ યોજના અંતર્ગત બાળકને શૅરો પોઝિટિવ ઇલનેસ હોય અથવા તેના માતા-પિતા બંને અથવા માતા-પિતા બંનેમાંથી કોઈ એક શૅરો પોઝિટિવ ઇલનેસથી પીડાતા હોય તેવા અનાથ, નિરાધાર થયેલ બાળકને અભ્યાસ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ આપે છે - વાર્ષિક રૂ. 2,000 થી 16,000 સુધીની શિષ્યવૃત્તિ.છેલ્લા ત્રણ વર્ષમાં લાભાર્થી બાળકોને 260 લાખથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે..સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષે આ યોજના અન્વયે 3500 બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું લક્ષ્ય છે..ગુજરાતની સંવેદનશીલ વિજયભાઈ રૂપાણીની સરકાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે..
શેરો પોઝિટિવ ઈલનેસ શિષ્યવૃત્તિ યોજના વિશે જાણો વિસ્તારથી..
❇️પાત્રતાનાધોરણો❇️
શેરો ઇલનેસ પોઝીટીવ બાળક હોય અથવા તેના માતા-પિતા બન્ને અથવા માતા-પિતા બન્નેમાંથી કોઈ એક શેરો ઇલનેસ પોઝીટીવ થી પીડાતા હોય તેવા અભ્યાસ કરતાં બાળકને લાભ મળવા પાત્ર છે.
1️⃣ધોરણ ૧ થી ૫ સુધીના ➡️ રૂ.૫૦૦/-(માસિક રૂ.૫૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે
2️⃣ધોરણ ૬ થી ૧૦ સુધીના ➡️ રૂ.૧૦૦૦/- (માસિક રૂ.૧૦૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે
3️⃣હાયર સેંકડરી ધોરણ-૧૧ અને ૧૨ ડે સ્કોલર માટે ➡️ રૂ.૪,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૪૦૦/- પ્રમાણે દશ માસ માટે)
*️⃣હોસ્ટેલર માટે ➡️રૂ.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૪૦૦/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ )4️⃣બી.એ./બી.કોમ./બીએસી અને સમકક્ષ ડીગ્રી
અભ્યાસ ક્રમ માટે ડે સ્કોલર માટે ➡️ રૂ.૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૬૦૦/- પ્રમાણે દસ માસ માટે)
*️⃣હોસ્ટેલર માટે ➡️રૂ.૧૨,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૬૦૦/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ )5️⃣તબીબી અને આયુર્વેદિક તથા હોમીયોપેથીક
અભ્યાસક્રમમાં ડીગ્રી કોર્સ જેવા કે બી.ઇ.,
બી.ટેક, એલ.એલ.બી.,એમબીએ તથા
સમકક્ષ અભ્યાસક્રમ તેમજ ડીપ્લોમાં
અભ્યાસક્રમના ડે સ્કોલર માટે ➡️રૂ.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે)
*️⃣હોસ્ટેલર માટે ➡️રૂ.૧૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ )6️⃣અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ જેવા કે
એમએસસી/ એમ.ફીલ/ એલએલએમ/
એમએડ/ એમ.બી.એ. વગેરે. ડે સ્કોલર માટે ➡️રૂ.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે)
*️⃣હોસ્ટેલર માટે ➡️રૂ.પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ )❇️અમલીકરણ❇️
રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં શેરો પોઝીટીવ ઇલનેસ યોજનાની શિષ્યવૃત્તિ ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે
