દાદરા નગર હવેલીનાં ડોકમરડી ખેતીવાડી ટ્રેનિંગ સેન્ટર ખાતે મશરૂમ ફેસ્ટીવલનું આયોજન
Live TV
-
બેંક ઓફ બરોડા દ્વારા દાદરા નગર હવેલીના ડોકમરડી ખેતીવાડી ટ્રેનિંગ સેન્ટર ખાતે ગ્રામીણ સ્વરોજગાર યોજના અંતર્ગત મશરૂમ ફેસ્ટીવલનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં આરસેટી દ્વારા દિવસ દરમિયાન સ્વસહાયતા જુથની બહેનોને મશરૂમની અલગ અલગ વેરાયટીઓ બનાવવાની ટ્રેનિંગ આપવામા આવી હતી. બહેનો દ્વારા સૂપ, બિરયાની, મન્ચુરિયન, મશરૂમની શાકભાજી અને બિસ્કીટ જેવી વિવિધ વાનગીઓ બનાવીને લોકોને ટેસ્ટ કરાવવા માટે મશરૂમ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનો શુભારંભ કલેકટર સંદીપકુમાર સિંહે કર્યો હતો તથા તેમણે આરસેટીની આ કામગીરીની સરાહના કરી બહેનોની પ્રસંશા કરી હતી. આ વિશેષ પ્રસંગે મશરૂમ ફેસ્ટીવલના જિલ્લા સી.ઈ.ઓ એચ.એમ.ચાવડા ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
