નવા વર્ષમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Live TV
-
નવા વર્ષ 2021ને વધાવવા આજે પ્રવાસન ધામ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો રહેવા પામ્યો હતો. પ્રવાસીઓએ નવા વર્ષના વધામણાં કરીને વીતેલ વર્ષ 2020માં ભોગવેલ યાતનાઓ ભૂલી 2021નું વર્ષ કુશળ મંગળ નીવડવા તેવી આશાઓ વ્યક્ત કરી હતી.
સાથે જ હવે સરકારના અથાગ પ્રયત્નથી કોરોનાને નાથવા વેક્સિન આવી ગઈ છે. ત્યારે આ વેક્સિન કોરોનાને નાથવામાં સફળ થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. અહીં આવેલા પ્રવાસીઓએ દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં ભૂતકાળના સંસ્મરણોને યાદ કરીને 2020 અગાઉના દિવસો ફરી આવે અને કોરોના કાળ પુરો થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
