નવા વર્ષે ભારત દર્શન માટે ખાસ 4 વિશેષ ટ્રેનોની શરૂઆત થશે
Live TV
-
મુસાફરોની ભારે માંગ રહેતા ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન અને રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ 4 વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. IRCTC પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલયને જણાવ્યું હતું કે, IRCTC ફેબ્રુઆરી-2021માં બે સ્પેશ્યલ ટ્રેન અને માર્ચમાં 2 સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. જેના દ્વારા ભારત દર્શનનો લાભ લઈ શકાશે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. જેની ટિકિટોના દર પણ અત્યંત વ્યાજબી રાખવામાં આવ્યા છે. જેના બુકિંગ માટે WWW.irctctourism.com પરથી ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવી શકાશે.
