Skip to main content
Settings Settings for Dark

મા-બાપ વિનાના હજારો અનાથ બાળકોની પડખે ઉભી રહી છે ગુજરાત સરકાર, જાણો પાલક માતાપિતા યોજના વિશે

Live TV

X
  • મા-બાપ વગરના હજારો અનાથ બાળકોની પડખે ઉભા રહેવાની સંવેદના સાથે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે અમલમાં મૂકી છે પાલક માતાપિતા યોજના. જે અંતર્ગત બાળકની સારસંભાળ માટે પાલક માતાપિતાને અપાય છે દર મહિને રૂ. 3000 ની સહાય.

    રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પૈકી ‘પાલક માતા પિતા’ યોજના પણ ખૂબ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ સરકાર મા-બાપની ભૂમિકા ભજવી તેના આશ્રિતો માટે પાલકની ભૂમિકા ભજવે છે.નોંધારાનો આધાર એવી સરકાર દ્વારા મા-બાપના અચાનક મૃત્યુ પ્રસંગે તેના પર આશ્રિત પરિવારના બાળકો નિરાશ્રિત ન બની જાય તે માટે રાજ્ય સરકાર પાલકની ભૂમિકા ભજવે છે.

    પાત્રતાના ધોરણો
    જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોયતેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ સહાય DBT થી ચુકવવામાં આવે છે.
     
    જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે. પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે. દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.

    અમલીકરણ
     રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
     
    દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 137 કરોડ રૂપિયાથી વધુની સહાય કરી છે..

    યોજના અંતર્ગત સહાયનું ધોરણ
    બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply