Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં 'આંગણે વાવો શાકભાજી' વિષય પર નિઃશુલ્ક સેમિનારનું આયોજન

Live TV

X
  • જામનગરમાં નવરંગ નેચર ક્લબ અને લીલાવતી નેચર ક્યોર અને યોગ સેન્ટર દ્વારા 'આંગણે વાવો શાકભાજી' વિષય પર એક નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો અને શાકભાજીના ઉછેર, રોગ અને કાળજી અંગેની માહિતી મેળવી હતી. 

    સેમિનારમાં ઘરઆંગણે ફળિયામાં કે કુંડામાં કેવી રીતે શાકભાજી વાવવા, કેવી રીતે તેની કાળજી લેવી વગેરે બાબતોનું , માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુંડાનું કદ, માટીનો પ્રકાર, શાકભાજીના બિયારણ, શાકભાજીના રોપા, વેલાવાળા શાકભાજીની જાતો, કુંડામાં વાવી શકાતા ફૂલછોડ , અને વેલાઓ વગેરે તેમ જ શાકભાજીમાં થતા વિવિધ પ્રકારના રોગ અને તેની દેશી ખાતર , અને જીવામૃત દ્વાર તેની કેવી રીતે કાળજી લઇ શકાય. 

    એ બાબતે નિષ્ણાતો માહિતી પુરી પાડવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ફળિયામાં કે અગાસીમાં દર મહિને રૂપિયા 1000નું શાક જો ઉગાડી શકીએ , તો આપના સમયનો સદઉપયોગ પણ થાય અને તાજા ઓર્ગેનિક શાકભાજી પણ મળી રહે. આ સેમિનારમાં શહેરીજનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમિનારનો લાભ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply