ચરોતરમાં તાપમાનનો પારો ગગડ્યો, ગરમ વસ્ત્રોની માંગ વધી
Live TV
-
ચરોતરમાં શીત લહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.આણંદના તાપમાનનો પારો 11.5 ડીગ્રીના આસપાસ જોવા મળી રહ્યો છે..જેની સીધી અસર જનજીવન પર પડી છે.વાતાવરણમાં ઠંડક ના કારણે લોકોએ ગરમ કપડાંની ખરીદી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ઠંડીના કારણે ગ્રાહકોનો ઘસરો વધ્યો છે.આણંદ વિદ્યાનગર રોડ પર છેલ્લા 45 વર્ષથી ગરમ કપડાંના વેચાણ કરતા તિબેટીયન માર્કેટમાં ઠંડીના કારણે ગ્રાહકોનો ઘસારો વધ્યો છે. ઠડીમાં વધારો થતાં સ્થાનિક નાગરિકોએ ગરમ કપડાંની ખરીદી કરતા જોવા મળ્યાં છે. જેના કારણે ગરમ કપડાંના વેપારીઓને ત્યાં ગ્રાહકોએ મનપસંદ કપડાંની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ગરમ કપડાંના વેપારમાં થોડી મંદીનો માહોલ છે લોકડાઉન અને કોરોનાના કારણે આ બજારોમાં પણ સરકારી નિયમોનું પાલન સાથે ગ્રાહકોને ગરમ કપડાંનું વેચાણ માટે પ્રવેશ આપવામાં આવે છે. સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્કના નિયમોને ધ્યાને રાખી બજારોમાં ગરમ કપડાંનું વેચાણ કરવામા આવી રહ્યું છે.આણંદમાં ગરમ કપડાંના વેપારીનું માનીએતો ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ગરમ કપડાંના વેપારમાં થોડી મંદીનો માહોલ સર્જાયો હતો. સાથે જ કમોસમી વરસાદથી પણ ગરમ કપડાંના વેચાણ પર અસર થઈ હતી.પણ છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ બાદ ચરોતરમાં આવેલ શીત લહેરના કારણે ઠંડીનો પ્રમાણ વધ્યું હતું. તેના કારણે હવે સ્થાનિકો ગરમ કપડાંની ખરીદી કરવા નિકળ્યા હતા.અચાનક વાતાવરણમાં આવેલ પલટાના કારણે હવે લોકો ગરમ કપડાંની ખરીદી કરતા બન્યા છે. આણંદમાં ગરમ કપડાનો વેપાર કરતા વેપારીઓ માટે બજારમાં તેજી જોવા મળી રહી છે.જેથી વેપારીઓમાં આ શીત લહેર આશાના કિરણ સમી સાબિત થઈ રહી છે.
