Skip to main content
Settings Settings for Dark

PM આવાસ યોજના દ્વારા શ્રમિક પરિવારના ઘરના ઘરનું સપનું થયું સાકાર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે હેતુથી આવાસ યોજના અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ યોજનાનો લાભ વંચિતો સુધી પહોંચે તે માટે સીએમ ડેશબોર્ડ સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે વડોદરાના કરજણ ખાતે રહેતા શ્રમિક પરિવારના ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થયું છે. કડિયા કામ અને છૂટક મજૂરી કરતા શાંતિભાઇ કાચું અને પતરાવાળું મકાન ધરાવતા હતા, જેને લીધે ઉનાળા અને ચોમાસાની સિઝનમાં પારાવાર તકલીફો પડતી હતી. જે સીએમ ડેશબોર્ડના ધ્યાનમાં આવતા, તેમણે શાંતિભાઇને 3.50 લાખ રૂપિયાની સહાય આપીને ઘર બનાવી આપ્યું છે. પોતાનું પાક્કુ મકાન બન્યાનો આનંદ વ્યક્ત કરતા શાંતિલાલભાઈ કહે છે કે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. જેને લીધે અમારા ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply