આણંદના ભાવેશ સુતરિયા અને તેમની કંપનીએ જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સ્થાપવા માટે કર્યુ આવેદન
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના 11 જૂના જમીન કાયદાઓ નાબૂદ કર્યા છે. જેને પગલે હવે કોઈપણ ભારતીય નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ડોમીસાઈલ વિના, ખેતી સિવાયની જમીન ખરીદી શકશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર સ્થાનિક તંત્ર દ્વારા ત્યાં મોટાપાયે ઉદ્યોગો સ્થપાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના આણંદના પ્રથમ ઉદ્યોગ સાહસી એવા ભાવેશ સુતરિયા અને તેમની કંપની દ્વારા પાંચ જેટલા જુદા-જુદા ઉદ્યોગો માટે આવેદન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં વ્યવસાય સ્થપાય અને ત્યાંના લોકોનો વિકાસ થાય તે માટે તેમણે વ્યવસાયની સંભાવનાઓને જોવા જાતે સ્થળ પરિક્ષણ પણ કર્યું હતું. તેમજ આ સંદર્ભે સરકાર સાથે તેમજ ગવર્નર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. જેથી અહીં રોકાણ કરવા માંગતા તેમજ વ્યવસાય સ્થાપવા માંગતા ઉદ્યોગ સાહસિકોને આગામી પાંચ તારીખે બોલાવવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવેશ સુતરિયાએ અમારી દુરદર્શનની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી.
