કોંગ્રેસના નેતાઓએ પૂર્વ CM કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં જાહેર સભા યોજવામાં આવી હતી.
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં રાજીવ સાતવે જણાવ્યુ હતુ કે કેશુભાઇ પટેલે ગુજરાતમાં ગ્રામ્ય વિકાસ માટે મહત્વની કામગીરી કરી હતી અને તેમણે કોઇ પક્ષ કે વિપક્ષને બદલે ગુજરાતના નાગરિકોના હિતની ચિંતા કરી હતી. ખાસ કરીને તેમણે કરેલા કામોને કારણે ગુજરાતનો વિકાસ પણ સારી ગતિમાં થયાનું તેમણે જણાવ્યુ હતુ.
