ચંદી પડવાના અવસરે સુરતીઓ માટે ખાસ ‘ગોલ્ડ ઘારી’
Live TV
-
ચંદી પડવાના પર્વને હવે માંડ માંડ બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતીઓએ ઘારીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગ્રાહકોની ડિમાન્ડ મુજબ મીઠાઈ વિક્રેતાઓએ અલગ અલગ વેરાયટીઝની ઘારીનો સ્ટોક પણ તૈયાર કરી દીધો છે. આ વચ્ચે સુરતના એકમાત્ર મીઠાઈ વિક્રેતા દ્વારા આ ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકાર ની "ગોલ્ડ ઘારી"તૈયાર કરવામાં આવી છે.
ચંદી પડવાના પર્વને હવે માંડ માંડ બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતીઓએ ઘારીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગ્રાહકોની ડિમાન્ડ મુજબ મીઠાઈ વિક્રેતાઓએ અલગ અલગ વેરાયટીઝની ઘારીનો સ્ટોક પણ તૈયાર કરી દીધો છે. આ વચ્ચે સુરતના એકમાત્ર મીઠાઈ વિક્રેતા દ્વારા આ ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકાર ની "ગોલ્ડ ઘારી"તૈયાર કરવામાં આવી છે.જે ઘારી નો ભાવ કદાચ હમણાં સુધી તમે સાંભળ્યો પણ નહીં હશે.જી હા સુરત ના પારલે પોઇન્ટ વિસ્તારના મીઠાઈ વિક્રેતાએ તૈયારી કરેલી પ્યોર સોના ના વરખવાળી ઘારી નો ભાવ પ્રતી કિલોનો નવ હજાર જેટલો છે.જે સામાન્ય માણસ ને પોષાય તેમ નથી પરંતુ સુરતનો ટેકસ્ટાઈલ્સ અને ડાયમંડ ઉદ્યોગ સહિત વિદેશોમાંથી દર વર્ષે મળતા ઓર્ડરો ને લઈ આ વખતે ઘાસ ઘારી બનાવવામાં આવી છે.
સુરતની ઘણા એવા મીઠાઈ વિક્રેતાઓ છે જેમણે વર્ષોથી સુરતીઓનો ભરોસો અને વિશ્વાસ અકબંડઝ રાખ્યો છે !!જો કે ચંદી પડવા ના પર્વ ને લઈ ગ્રાહકોએ અગાઉથી જ ઘારીની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે.જ્યાં સામાન્ય રીતે 400 રૂપિયા થી લઈ 1000 હજાર રૂપિયા કિલો સુધીના ઘારી ના ભાવ હાલ બજારમાં જોવા મળી રહ્યા છે.જો કે આ વચ્ચે સુરતમાં અન્ય ઘારી ને ટક્કર મારે તે પ્રકાર ની ગોલ્ડ ઘારી બજારમાં આવી છે.જે સામાન્ય ઘારી ની સરખામણીએ બિલકુલ અલગ છે.
દર વર્ષની જેમ આ વર્ષે 24 કેરેટ ના મીઠાઈ વિક્રેતા રાધાબેન મીઠાઈવાળાએ ચંદી પડવા નિમિત્તે નવ જેટલી વેરાયટીઝમાં ઘારીઓ તૈયાર કરી છે.જેમાં બદામ પિસ્તા,અખરોટ,ચોકલેટ,સહિત જુદા જુદા ફ્લેવરમાં ઘારીનો મોટો સ્ટોક તૈયાર કરાયો છે.પરંતુ આ વખતે ખાસ પ્રકારની " ગોલ્ડ ઘારી " પણ બનાવવામાં આવી છે.જે ઘારી નો ભાવ સાંભળી તમે પણ ચોંકી જશો.જી હા આ ગોલ્ડ ઘારી નો ભાવ પ્રતિ કિલોના નવ હજાર રૂપિયા જેટલો છે,જે સામાન્ય વ્યક્તિને બિલકુલ પણ પોષાય તેમ નથી.પરંતુ સુરતનો હીરા ઉદ્યોગ અને ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ સૌથી મોટા ઉદ્યોગો ગણવામાં આવે છે અને આ ઉદ્યોગો સાથે સંકળાયેલ લોકો આ ઘારી ચોક્કસથી ખરીદી કરી શકે છે તેવો દાવો મીઠાઈ વિક્રેતા દ્વારા કરાયો છે.એટલુ જ નહીં વિદેશોમાંથી પણ " ગોલ્ડ ઘારી " ની ડિમાન્ડ આવી રહી છે.જે ઓર્ડર મળ્યા ના માત્ર ત્રણ કલાકમાં જ તૈયારી કરી આપવામાં આવે છે." ગોલ્ડ ઘારી " પર શુદ્ધ સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે.જે ખાવાના ઉપયોગમાં શરીર ને પણ ખૂબ જ ફાયદાકારક હોવાનો દાવો મીઠાઈ વિક્રેતાએ કર્યો છે...જો કે ચંદી પડવા ને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ઓર્ડર મળવાની આશા પણ વેપારી દ્વારા કરવામાં આવી છે.પરંતુ સુરતમાં નવ હજાર કિંમતની આ " ગોલ્ડ ઘારી નો ભાવ સાંભળી સૌ કોઈ અચંબામાં પડી ગયા છે.એવું તો શું હશે આ ઘારી માં કે તેનો ભાવ નવ હજાર રૂપિયા કિલો છે,તે પ્રશ્ન લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
Chandi Padvo- A festival of Surti Lala.
સુરતની ઘારી અને એ પણ માવાધારી સુરતનું મનોરથ સહુ માટે કલ્યાણકારી. પ્રગતિના પંથે વધતા જઈને પણ સહપરિવાર જીવવાની ભાવના અકબંધ રાખતા સુરતનો પોતીકો તહેવાર એટલે ચંદી પડવો, તો સુરતીમાં જ કહું તો અલા બધાને કેવાનું ઘેરમાં રેજો ને જલસા કરજો .!
