Skip to main content
Settings Settings for Dark

આણંદના વાસદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • 2000થી વધુ લાભાર્થીઓને મળી સ્થળ પર જ સહાય

    સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે જે અંતર્ગત આણંદના વાસદ ગામે પ્રાથમીક શાળા ખાતે એક જ દિવસમાં 2000 થી વધું અરજદારોને સ્થળ ઉપર જ  આણંદના સાંસદ મીતેષભાઈ પટેલ ના હસ્તે લાભાન્વિત કરવામાં આવ્યા હતા.સેવા સેતુ કાર્યક્રમ દ્વારા વ્યક્તિગત કામો માટે ગામોની વચ્ચે જઇ કામો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરી તે દિશામાં કામો થઇ રહ્યા છે.લોકોના કામોનો ઝડપી નિકાલ થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ સ્થળ પર જ વહીવટી તંત્ર દ્વારા લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવી રહયો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના વાસદ ગામ ખાતે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લાભાર્થીઓને આણંદનાં સાંસદ મીતેષભાઈ પટેલના હસ્તે સ્થળ ઉપર આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા,સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સાંસદ મીતેષભાઈ પટેલે રૂબરૂ નિરીક્ષણ કરી વધુમાં વધુ લાભાર્થીઓ ને સહાય મળે તે માટે પ્રયાસો કર્યા હતા આ સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply