ગીરસોમનાથ - જેલના કેદીઓ બનાવે છે ચટાકેદાર ભજિયા
Live TV
-
સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના ભવ્ય મેળો જામ્યો છે જેમાં કેદીઓનું રાખવામાં આવેલું ભજિયા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યુ
સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના ભવ્ય મેળો ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત રાજય જેલ તંત્ર દ્વારા શરૂ કરાયેલ રાજકોટ મધ્યસ્થ જેલના ભજીયાનો સ્ટોલ લોકોમાં આકર્ષણ અને ભીડ જમાવી રહ્યો છે. રાજય અધિક ડી જી અને જેલ સુધારણ વહીવટના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ જેલના જેલ સુબેદાર અને તેમની ટિમ ની દેખરેખ હેઠળ આ મેળામાં કુલ ૯ કેદીઓ આ અભિનવ પ્રયોગમાં ભાગ લઈ રહ્યા છે. પાકા કામના અને આજીવન કેદની સજાના કેદીઓની કોઈ દેખરેખ રાખવામા આવતી નથી. આ ભજીયા હાઉસનું મુખ્ય આકર્ષણ શુધ્ધતા, નહીં નફો નહીં નુકસાન અને ભુતકાળ માં ભુલથી આવેશમાં કરાયેલો ગુન્હો ભુલીને ભવિષ્યમાં મુકત થઈ દેશના સારા નાગરિક બની રહે તેવી સહાનુભૂતિથી લોકો સારા કાર્યમા ભજીયા ખરીદીને યોગદાન આપે છે. આ ભજીયા 1 કિલો ના ૧૫૦ રૂપિયાના ભાવે મળે છે. આમાંથી જેટલો નફો થાય છે તે કેદીઓના કલ્યાણ અને વિકાસ માટે ઉપયોગ મા લેવાય છે.
