Skip to main content
Settings Settings for Dark

આણંદ - ચારુસેટ દ્વારા પેપરલેસ ડિજિટલ એક્ઝામીનેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી

Live TV

X
  • યુનિવર્સીટીના 10 કોલેજોના પ્રથમ વર્ષના 2400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ માટે 1000 ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી

    આણંદ જીલ્લાના ચાંગા ગામ ખાતે આવેલ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,ચારૂસેટ, ચાંગા દ્વારા લેવાતી યુનિવર્સીટી પરીક્ષાઓ રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત યુનિવર્સીટી દ્વારા પેપરલેસ ડિજિટલ એક્ઝામીનેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજયભરમાં ચારૂસેટ યુનિવર્સીટીમાં સૌ પ્રથમ આ સિસ્ટમ દાખલ કરી છે.જેના ભાગરૂપે ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટ માં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે જેના થકી પર્યાવરણની જાળવણી થાય છે અને સાથે સાથે પરીક્ષા પદ્ધતિ ની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે. જેના અનુસંધાને અગાઉ ચારૂસેટ યુનિવર્સીટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે સમજૂતીકરાર-એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.તદઅનુસાર સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ ચારૂસેટ યુનિવર્સીટીને આ સુવિધા પૂરી આપે છે. ચારૂસેટ યુનિવર્સીટીમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ,ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે  વિદ્યાર્થીઓને ઇ-ટેબલેટ આપવામાં આવે છે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને  આજે ઇ-ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થશે.જેથી યુનિવર્સીટીના પરિણામો ઝડપથી બહાર પાડી શકાશે. પરિણામ સ્વરૂપે યુનિવર્સીટી પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા વધુ સુદ્રઢ થશે , એટલું જ નહીં, પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરવામાં આવશે જેથી શિક્ષણની ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર વધારો કરી શકાશે. 

    પ્રોવોસ્ટ ડો.પંકજ જોશી દ્વારા ડિજિટલ એક્ઝામીનેશન અમલીકરણના અભિયાન અન્વયે આ પગલું ભરવામાં આવ્યું છે. ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA)ના ડીન–પ્રિન્સીપાલ અને ઇ-ગવર્નન્સ સિસ્ટમના કો-ઓર્ડિનેટર ડૉ. અતુલ પટેલ જણાવે છે કે આપણી ચારુસેટ યુનિવર્સીટી ગુજરાતમાં સૌ પ્રથમ છે જે 11 થી 20 દરમિયાન પેપરલેસ ડિજિટલ એક્ઝામીનેશન શરૂ કરી છે જેમાં સમગ્ર યુનિવર્સીટીના 10 કોલેજોના પ્રથમ વર્ષના 2400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ માટે 1000 ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાથી કલાઉડ પર જાય અને ટેબલેટમાં અપલોડ થાય છે. પરીક્ષામાં બાયો મેટ્રિક –આઈરિસ સ્કેનથી ઓથેન્ટી ફિકેશન થાય છે.  ટેબલેટ ડિવાઇસ બેટરી બેક અપ 14 કલાક છે ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇ ફાઈ કનેકશનથી ચાલે છે.  આન્સર બુક ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે.  આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરનનું વધારે જતન કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply