વડતાલ- વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન, અભિનેતા ગોવિંદાએ આપી હાજરી
Live TV
-
સુવર્ણ તુલામાં આભૂષણો ભગવાનને અર્પણ કરાયા
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તા.૬ નવેમ્બર થી ઉજવાઇ રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના દિવસે સમાપન સમારોહ યોજાયો હતો.કાર્તિકી પૂનમ દેવદિવાળીના દિવસે દ્વિશતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.ફિલ્મ સ્ટાર ગોવિંદાએ સભા મંડપમાં વચનામૃત મહોત્સવના સંગીતના તાલે નાચ કરીને સભામંડપમાં ઉપસ્થિત સૌને આનંદિત બનાવી દીધા હતા.મહોત્સવ દરમ્યાન વિવિધ પ્રદેશથી ઉપસ્થિત રહેલા સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.મંત્રી આર.સી.ફળદુ,વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો અમદાવાદ જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, ફિલ્મ સ્ટાર ગોવિંદા, મંત્રી આર. સી. ફળદુ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.વડતાલ ખાતે સોમવારે વચનામૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતોની નીશ્રામાં વચનામૃત સુવર્ણતુલા યોજાઇ હતી.જેમાં સ્ત્રી-પુરુષ હરીભક્તોએ પોતાના દાગીના જેવા કે સોનાની ચેન,વીંટી, લકી,કાનની બુટી, અછોડા તથા બંગડી સહિત વિવિધ આભૂષણો ભગવાનને અર્પણ કર્યા હતા. વચનામૃત સુવર્ણતુલામાં દાન આપનાર સર્વે હરીભક્તોનુ સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.આ સુવર્ણનો વડતાલમાં બનનાર મ્યુઝિયમમાં ઉપયોગ કરવામાં આવનાર હોવાનુ પૂ.શુક્રદેવસ્વામીએ જણાવ્યુ હતુ.
