Skip to main content
Settings Settings for Dark

દિવાળી વેકેશનમાં દેશના સૌપ્રથમ ડાયનાસોર પાર્ક નિહાળવા પ્રવાસીઓનો ધસારો

Live TV

X
  • મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ ડાયનોસોર પાર્કમાં છ માસમાં ૯૧૬૫૪ પર્યટકોએ મુલાકાત લઈ ડાયનાસોર વિશેની ઉત્સુકતાથી માહિતી મેળવી

    મહીસાગર જિલ્લામાં રૈયોલી ગામે વિશ્વનો ત્રીજા અને ભારત દેશનો પ્રથમ ડાયનોસોર પાર્ક ગત ૮ જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના વરદ્‌ હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ સમગ્ર ગુજરાત સહિત અન્ય જગ્યાએથી ભારે માત્રામાં પર્યટકોએ રૈયોલી ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે  હાલ દિવાળી તહેવારના વેકેશન દરમ્યાન પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અને પ્રવાસીઓએ ડાયનાસોર પાર્કનો લ્હાવો લઈ રહ્યા છે અને ડાયનાસોર વિશેની ઉત્સુકતાથી જાણકારી પણ મેળવી રહ્યા છે. ડાયનાસોર પાર્ક નો ૮ જૂનથી આજદીન સુધી પર્યટકોનો ભારે ઘસારો જાવા મળ્યો છે અને છ માસમાં ૯૧૬૫૪ પર્યટકોએ મુલાકાત લીધી છે. ડાયનાસોર પાર્ક જોવા માટે ૧૨ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે પચાસ રૂપિયા અને ૧ર વર્ષથી નાના ઉંમરના બાળકની ટીકીટ દર વીસ રૂપિયા રાખવામાં આવેલ છે અને જેના કારણે મ્યુઝિયમની રૂા. ૩૮.૭૪ લાખની આવક થઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply