આણંદ - “પર્યાવરણ બચાવો’’ થીમ પર સાંઇબાબા મંદિર ખાતે મહાઅન્નકૂટનું આયોજન
Live TV
-
પ્લાસ્ટિક ફ્રી અન્વયે પર્યાવરણ બચાવો થીમ મુજબ મહાઅન્નકૂટના દર્શન અર્થે આવનાર ભકતજનો તેમની સાથે બેગ-ઝભલા કોથળીઓ લઇને આવ્યાં હતા.
દેવ-દિવાળી તહેવાર પર્વે આણંદ સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા “પર્યાવરણ બચાવો’’ થીમ પર સાંઇબાબા મંદિર ખાતે મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જુદી-જુદી 1551 વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી.. આણંદ સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દેવદિવાળી પર્વ હોઇ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગત સાંજે 4 થી 7 કલાકે મહા અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્લાસ્ટિક ફ્રી અન્વયે પર્યાવરણ બચાવો થીમ મુજબ મહાઅન્નકૂટના દર્શન અર્થે આવનાર ભકતજનો તેમની સાથે બેગ-ઝભલા કોથળીઓ લઇને આવ્યાં હતા. તેમને ટ્રસ્ટ દ્વારા કાપડની થેલી આપવામાં આવી હતી આણંદ, કરમસદ, વિદ્યાનગર સહિત આજુબાજુ વિસ્તારના નગરજનોએ અને મા અંબાના સન્મુખ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો આમ સાંઇબાબા મંદર ખાતે મહાઅન્નકૂટોત્સવનો આયોજનના પગલે સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરી હતી.
