Skip to main content
Settings Settings for Dark

મહેસાણામાં સાંસદ શારદાબેન પટેલની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

Live TV

X
  • ગાંધીજીના વિચારો અને આદર્શોને લોકો સુધી પહોંચાડવા યોજાઈ યાત્રા

    મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે મહેસાણાના સાંસદ શારદાબેન અનિલભાઈ પટેલ ની આગેવાનીમાં મહાત્મા ગાંધીજીના આદર્શ વિચારો, એક વાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક ફ્રી ભારત, સ્વચ્છતા અને સ્વદેશી વસ્તુઓ ના પ્રચાર અર્થે "ગાંધી સંકલ્પ યાત્રા" નું આયોજન કરવામાં આવ્યુ હતુ..જેમાં પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા..સાંસદ સુવિધા કેન્દ્ર, જિલ્લા પંચાયતથી આ યાત્રા શરુ થઈ અને ગાંધીજીના સ્ટેચ્યુ, તોરણવળી માતા ચોકથી પીલાજી ગંજ પર યાત્રાનું  સમાપન થયુ હતુ..યાત્રામાં ઘણા લોકોએ ખાદીના વસ્ત્રો પણ પહેર્યા હતા..ગાંધીવાદી વિચારધારા અને ગાંધીજીના આદર્શો અને વિચારોને લોકો સધી પહોચાડવા માટે ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી..યાત્રામાં ગાંધીજીની વિચારધારા પર સદાય કામ કરતા એવા રમેશભાઈ તન્ના પણ જોડાયા હતા..જેમણે ગાંધીજી વિશે તેમણે ઉમદા વક્તવ્ય આપ્યુ હતુ..તો સાંસદ શારદાબેન પટેલે જણાવ્યુ હતુ કે યાત્રામાં લોકોનું ખૂબ સહકાર અને સાથ મળ્યો છે.ગાંધીજીની 150મી જન્મજયંતિના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્વચ્છ ભારત અભિયાન, જળ એ જ જીવન અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવ્યો છે..સાંસદે જણાવ્યુ હતુ કે હુ આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થઓને પણ મળી હતી.તેમણે જણાવ્યુ છે કે સરકારની આ યોજના અને આયુષ્યમાન કાર્ડથી તેમને ખૂબ લાભ થયો છે..મારુ માનવુ છે કે આ યોજનાનો વ્યાપ હજુ વધારીશુ..ગામેગામ સુધી આ યોજના વિશે લોકોને વિસ્તૃત માહિતી આપી લાભ લેતા થાય તેવા પ્રયાસો પણ કરીશું..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply