Skip to main content
Settings Settings for Dark

આણંદમાં ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આગવી પહેલ કરીને નાગરિકો માટે બહુહેતુક 4 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી

Live TV

X
  • આણંદમાં ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આગવી પહેલ કરીને નાગરિકો માટે બહુહેતુક 4 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે સાંસદ મિતેષ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ એપ્લિકેશન લોન્ચ કરી હતી. ટેકનોલોજીના ઉપયોગથી પ્રજાના પડતર પ્રશ્નો અને અરજીઓનો ઝડપી નિકાલ થાય તે માટે વહીવટી અસરકારકતા વધારવા હેતુ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં અંદાજિત 70 કરતાં વધારે જુદી જુદી કચેરીઓને સાંકળી લેવામાં આવી છે.જેના કારણે અરજદારની જે વિભાગ અને કચેરીને લગતી અરજી હશે તે કચેરી અને વિભાગને પેપરલેસ રજૂઆત કરી શકાશે અને સંબંધિત શાખા-કચેરીને તેના નિયમોની જોગવાઇ સાથે ઝડપથી નિર્ણય પ્રક્રિયા લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટરે લોકોને એપ્‍લીકેશનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply