Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી શરુ કરી

Live TV

X
  • દિવાળીના તહેવાર ટાણે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી શરુ કરી છે. આ અંતર્ગત નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય માટે રાજ્યમાં 20 જેટલી લેબોરેટરી કાર્યરત હોવાની ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાએ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીના પર્વ પર ખાદ્ય ચીજવસ્તુઓના 3 હજાર જેટલા નમૂના લઈ તેની તપાસ કરવામાં આવી છે. 

    આ ઉપરાંત રાજ્યમાં કુલ પંદર હજાર જેટલા નમૂના લઈ તેનું પૃથક્કરણ કરવામાં આવશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં  ખાદ્ય ચીજોની તપાસ માટે ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ વાન ફરી રહી છે. આ વાનમાં ફક્ત ગણતરીના કલાકોમાં જ ખાદ્ય પદાર્થમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે કેમ તે અંગે માહિતી મળી જશે. તો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારને ફુડ સેફ્ટી એક્ટ અંતર્ગત 5 હજારથી લઈ 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply