દિવાળી ઉજાણી માટે દ્વારકાની તમામ હોટેલમાં 90 ટકા જેટલું આગોતરા બુકિંગ થયું
Live TV
-
આગામી દીપાવલીના તહેવારને અનુલક્ષીને દિવાળી વેકેશનમાં રજાનો માહોલ છે ત્યારે દ્વારકા આવતા શ્રદ્ધાળુઓથી દ્વારકામાં વેપાર ધંધામાં તેજીનો માહોલ બનશે. ત્યારે અહીના હોટેલ ઉદ્યોગને પણ જબરદસ્ત ફાયદો થશે.
આગામી બે તારીખથી દસ તારીખ સુધી અને ત્યાર બાદ નાતાલના વેકેશનનો લાભ દ્વારકાના હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને થવાનો છે. દિવાળી બાદ નવા વર્ષથી દ્વારકામાં પ્રવાસીઓની ભીડ થશે અને જગત મંદિરમાં દ્વારકાધિશ્ના દર્શન કરવા ભાવિકો શ્રદ્ધાળુઓ, સહેલાણીઓ આતુર બનશે ત્યારે યાત્રાધામમાં લગભગ 6500 જેટલા રૂમો ધરાવતી 200 જેટલી હોટેલને વ્યવસાયમાં ફાયદો થશે અહી 500 રુ. થી લઇ 20,000 સુધીના રૂમો મળી રહે છે ત્યારે હાલ મોટા ભાગની હોટલોમાં 90 ટકા જેટલું બુકિંગ અત્યારે જ નોંધાઈ ગયું છે. અમુક હોટલોમાં સો ટકા બુકિંગ ફૂલ થઈ ગયું છે. આગામી દિવાળી વેકેશનમાં સહેલાણીઓનો ધસારો જોવા મળશે. વળી સલામતીના ભાગરૂપે દેશમાં સો કરોડ લોકોએ વેક્સિન લીધી છે ત્યારે લોકમાં કોરોનાનો ડર પણ ઓછો થયો છે.
