ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા એવા ડૉ. હોમી જહાંગીર ભાભાની આજે 112મી જન્મજયંતિ
Live TV
-
જે.આર.ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો પણ આરંભ કર્યો હતો
ડૉ. હોમી જહાંગીર ભાભા પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ ૧૯૩૯માં કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી હતી. જે.આર.ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો પણ આરંભ કર્યો હતો.
આજે ડો. હોમી જહાંગીર ભાભાની 112મી જન્મ જયંતી છે. તેમણે વિશ્વયુદ્ધ પુરું થતાં ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. તેમણે ૧૯૪૮માં અટૉમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા. તેમનું નિધન 24 જાન્યુઆરી ૧૯૬૬ના રોજ થયું હતું. તેમને પદ્મ ભૂષણ, એડમ પ્રાઈઝ મળ્યું હતું, જ્યારે નોબેલ પ્રાઈઝ ફોર ફિઝીક્સ માટે તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા.
