રાજકોટ: "રમતવીર રાજકોટ', "પ્રોજેકટ દીકરી" અને "યોગા સે હોગા" પ્રોજેકટ લોન્ચ
Live TV
-
રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે "રમતવીર રાજકોટ', "પ્રોજેકટ દીકરી" અને "યોગા સે હોગા" પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યા.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા "રમતવીર રાજકોટ', "પ્રોજેકટ દીકરી" અને "યોગા સે હોગા" પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યા હતા. રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ થકી દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું અને રમતવીર અંતર્ગત રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રમત-ગમત પ્રવૃત્તિને વેગ મળશે. યોગા સે હોગા પ્રોજેકટ અંતર્ગત જિલ્લા આયુર્વેદિક શાખાના દેખરેખ હેઠળ આ વિસ્તારમાં લોકો માટે યોગ કરવા પ્રેરિત થશે અને શારીરિક અને માનસિક વિકાસ થશે.
