દિન વિશેષ: 'હ્યુમન કમ્પ્યુટર' શંકુતલાદેવીની જન્મજયંતિ
Live TV
-
'હ્યુમન કમ્પ્યુટર' તરીકે ઓળખાતા શંકુતલાદેવીની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1929નાં રોજ બેંગ્લોરમાં થયો હતો. શકુંતલા દેવીની ગણતરી કરવાની સ્પીડ એટલી વધુ હતી કે સમગ્ર દુનિયામાં તેમને હ્યુમન કમ્પ્યુટર નામથી જાણવામાં આવતા હતા અને તેમના નામે 1982 નો ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયેલો છે.
70ના દાયકામાં કમ્પ્યુટરોને પરાજિત કરનારા શકુંતલા દેવી ગણિતનાં જાદુગર હોવાની સાથે-સાથે બહુમુખી પ્રતિભા ધરાવનારી વ્યક્તિ હતી. શકુંતલા દેવીના ગણિતની વાત કરીએ તો તેમણે 1980માં ઇમ્પિરિયલ કૉલેજ ઑફ સાયન્સ અને ટેક્નોલૉજીમાં કમ્પ્યુટરને પરાજિત કર્યું હતું.
તેમના 84મા જન્મદિવસ પર, 4 નવેમ્બર 2013ના રોજ, ગૂગલે તેમના માનમાં ડૂડલ બનાવ્યું હતું. 21 એપ્રિલ 2013ના રોજ 83 વર્ષની ઉમંરે તેઓએ આ વિશ્વમાંથી વિદાય લીધી હતી.
