દિન વિશેષ: લેખક ફાધર વાલેસની જન્મજયંતિ
Live TV
-
સ્પેનમાં જન્મેલા અને ગુજરાતને કર્મભૂમિ બનાવનારા લેખક ફાધર વાલેસની આજે જન્મજયંતિ છે. તેઓએ લૅટિન અને ગ્રીક સાહિત્ય તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ઈ. સ.1949 માં તેઓ ભારતમાં આવ્યા. એ પછી ગુજરાતમાં આવ્યા અને વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે અધ્યાપન કર્યું હતુ. એમણે ગુજરાતીમાં ગણિતનાં પાઠ્યપુસ્તકો લખ્યાં અને ગુજરાતમાં અન્ય અધ્યાપકો સાથે નૂતન ગણિતનો પાયો નાખ્યો હતો. આ સાથે જ ગુજરાતીમાં એમણે સિત્તેરથી વધુ પુસ્તકો લખ્યાં છે. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે અનેક લોકો તેઓને સ્મરણાંજલિ પાઠવી રહ્યા છે.
