આણંદમાં લૉકડાઉનના સમયમાં યુવકે બનાવ્યું મિનિ ટ્રેક્ટર
Live TV
-
મોગરી ગામના યુવકે જુની બાઈકને મોડિફાઈ કરી, મિનિ ટ્રેક્ટરની મદદથી નાના-મોટા ખેતીના કામ થઈ શકે છે
આણંદ તાલુકાના મોગરી ગામના એક યુવાને લોકડાઉનમાં મળેલા સમયનો કંઈક જુદો જ ઉપયોગ કર્યો છે અને ઘરમાં રહેલા બીન ઉપયોગી બાઇકમાંથી પોતાની કોઠાસૂઝ દ્વારા મીની ટ્રેક્ટર નિર્માણ કરી દેખાડ્યું છે. મેક ઇન ઇન્ડિયાના વિચાર સાથે બાઈકના જુદા જુદા સ્પેરપાર્ટ અને અન્ય નવા સાધનો જોડી પોતાના ઘરે વર્કશોપમાં ખેતીમાં ઉપયોગી આવા તેવું મિનિ ટ્રેક્ટર બનાવ્યું છે. જેનાથી તેઓએ નાના-મોટા કાર્ય કરી ખેતીના ખર્ચમાં ઘટાડો કર્યો છે. મોગરી ગામના હિરેનભાઈ પટેલ મોબાઇલ રિપેરિંગ દુકાન ચલાવે છે. જેઓ કોરોના વાયરસ મહામારી વચ્ચે સજ્જડ લોકડાઉન જાહેર થતા તેઓ ઘરે હતા અને તેમને કંઈક નવું કરવાનું વિચાર આવ્યો અને તેમના ઘરમાં એક જૂની બાઈક પડયું હતું જેના નકામા સ્પેરપાર્ટને બાદ કરતા એન્જિન અને પૈડાનો ઉપયોગ કરી ખેતી કામ માટેના પૂરક સાધનો બનાવવાનો તેમણે વિચાર કર્યો અને યુટ્યુબ પર મિનિ ટેકટરની ડિઝાઇન જોઈ તેની બોડી અને ચેસીસ બનાવી પછી તેમણે પોતાની પાસે પડી રહેલ બીન ઉપયોગી બાઈકનું એન્જિન તેમાં બેસાડ્યું અને પછી હીરેનભાઈએ તેમાં ખૂતથી બધી વસ્તુઓ નાખી દોઢ મહીનામાં મિનિ ટ્રેકટર બનાવ્યું જે રૂપિયા 50 હજારના ખર્ચે પેટ્રોલથી ચાલતું. 60ની સ્પિડ આપતું અને 50 ની એવરેજ આપતું આ મિનિ ટેકટર ખેતીના દરેક નાના-મોટા કામો તેમજ ખેતરમાં કલબડી કાઢવા, ઘાસચારો લાવવા, પાણી છાંટવા, દાંતી મારવા, જેવા અનેક કામો સહેલાઈથી કરી શકાય છે.
