Skip to main content
Settings Settings for Dark

આણંદ જિલ્લાના ખેડૂત વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રુટની ખેતી કરી કમાય છે બમણી આવક

Live TV

X
  • આણંદ જિલ્લાના આસોદર ગામના પ્રગતિશીલ ખેડૂત મયંકભાઇ પટેલે પોતાના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે. મયંકભાઈ પટેલે છેલ્લા દોઢ વર્ષથી ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. ડ્રેગન ફ્રુટની ખેતી માટે મયંકભાઇ પટેલે તેમના ખેતરમાં 1384 છોડ તથા ડ્રિપ માટે પાઇપ અને 346 જેટલા થાંભલા (પોલ) પણ ઉભા કર્યા છે. અન્ય ખેતી કરતા ડ્રેગન ફ્રુટની ખેતીમાં બમણો નફો થાય છે. ખેડૂતને એક સમયે ખર્ચ કર્યા બાદ 20 વર્ષ સુધી સામાન્ય માવજતથી સારી ઉપજ મેળવી શકે છે. જેથી મયંકભાઇએ તેમની જમીનમાં પપૈયા અને ડ્રેગન ફ્રુટની ખેતી અપનાવી છે. આ વર્ષે મયંકભાઇને ડ્રેગન ફ્રુટની ખેતીમાં 250 કીલોથી વધું ઉતારો થયો હતો અને સારી એવી આવક મેળવી હતી. ખડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થતો હોવાથી આણંદના પ્રગતિશીલ ખેડૂત મયંકભાઇ પટેલે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply