ડાંગમાં સોલાર સિસ્ટમથી આવક મેળવી રહ્યા છે લોકો, જાણો કઇ રીતે ?
Live TV
-
રાજ્યમાં સોલાર પેનલનો ઉપયોગનું પ્રમાણ વધી રહ્યું છે રાજ્યના નાગરિકો કુદરતી ઊર્જાનો ઉપયોગ કરવાની તરફેણમાં આવી રહ્યા છે.આથી ગ્રીન એનર્જી,ક્લીન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો લાભ સમગ્ર રાજ્યના લોકો લઈ રહ્યા છે.ત્યારે ડાંગ જિલ્લામાં લોકોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ ગોઠવી સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે અને એટલું જ નહીં વધતી વીજળીને તેઓ વીજ કંપનીઓને વેચી આવક પણ મેળવે છે.ડાંગના નાંદનપેડા ગામના રાજેશ આહીર સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈ રહ્યા છે.તો આ જ ગામના ગૌતમ પટેલ પણ સબસિડીનો લાભ લઇ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ ગોઠવી છે.આપને જણાવી દઈએ કે સોલાર રૂફ ટોપમાં પ્રથમ ત્રણ કિલો વોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40 ટકા સબસીડી મળે છે.જ્યારે ત્રણ કિલો વોટથી 10 કિલો વોટની ક્ષમતા માટે સોલાર રૂફ ટોપ પર 20 ટકા સબસીડી મળે છે.
