વ્યારા: બોરખડી ગામની આદિવાસી મહિલા જૂથને સાત લાખની સહાયનો ચેક અર્પણ કરતું તંત્ર
Live TV
-
તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વ્યારાના બોરખડી ગામના એક આદિવાસી મહિલા જૂથને નારિયેળીના રેસાઓમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાની તાલીમ અપાઇ હતી. આ અંતર્ગત બહેનો દ્વારા ગણેશની મૂર્તિઓ બનાવાઈ હતી. પરંતુ તેમને યોગ્ય બજાર મળતું નહોતું. આ અંગેનો અહેવાલ દૂરદર્શન ન્યૂઝ મારફત પ્રકાશિત થયો હતો. જેના કારણે આજે તાપી જિલ્લાનું તંત્ર ગણેશજીની મૂર્તિ બનાવનારી બહેનોની પડખે આવ્યું છે એટલું જ નહિ તેમની તમામ મૂર્તિઓના વેચાણ માટેની વ્યવસ્થા કરવાની સાથે તેઓ આ વ્યવસાયમાં વધુ કુશળતા દાખવે તે માટે રૂપિયા સાત લાખની સહાયનો ચેક પણ અર્પણ કરાયો છે.
