આત્મનિર્ભર અભિયાનને જુનાગઢની મહિલાએ સાર્થક કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને જુનાગઢની મહિલાએ સાર્થક બનાવ્યું છે. જુનાગઢ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક ખેતીની ખાસ તાલીમમાં જઈને વિવિધ પ્રકારના અર્કોની માહિતી મહિલાઓએ મેળવી હતી. બાદમાં ગાયના મૂત્રમાંથી ગૌમૂત્ર અર્ક જેવા કે લીમડાનો અર્ક, તુલસીનો અર્ક ,દસપર્ણી અર્ક વગેરે બનાવવા રૂ.11,000ના ખર્ચે અર્ક બનાવવાનું મશીન ખરીદી રોજગારી મેળવાનું શરૂ કર્યું. શુદ્ધ અર્કનો બજારમાં 1 લીટરના ભાવ અંદાજે 150 રૂપિયા મળી રહ્યો છે. જો કે આગામી સમયમાં માર્કેટ સારૂં મળી રહેશે અને આવક પણ સારી થશે તેવી આશા મહિલાઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જો કે શુદ્ધ અર્કની સાથે મહિલા બજારમાં અગરબત્તી,ફિનાઈલ તેમજ સાબુ અને શેમ્પુ જેવી વસ્તુઓનું વેચાણ કરી વધુ આવક મેળવવા મહેતન કરી રહ્યા છે.
