ભારતીય રેલવેએ શરૂ કર્યું 'મેગા ભરતી અભિયાન', ડિસેમ્બરની આ તારીખ છે છેલ્લી
Live TV
-
ભારતીય રેલવેએ 15મી ડિસેમ્બરથી ત્રણ તબક્કામાં તેના 21 રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મેગા ભરતી અભિયાન શરૂ કરી રહ્યું છે.
આ અભિયાનમાં 1.40 લાખ જગ્યાઓ માટે દેશના વિવિધ શહેરોમાંથી 2.44 કરોડ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષાઓના આયોજન માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
પ્રથમ તબક્કો 15થી 18 ડિસેમ્બર સુધી
પરીક્ષાનો પ્રથમ તબક્કો 15થી 18 ડિસેમ્બર જ્યારે બીજો તબક્કો 28 ડિસેમ્બરથી શરૂ થશે. જે હંગામી ધોરણે આગામી માર્ચ સુધી ચાલશે. જ્યારે ભરતી અભિયાનનો ત્રીજો તબક્કો હંગામી ધોરણે આગામી એપ્રિલથી શરૂ થઈને જૂનના અંત સુધી ચાલશે.
4 દિવસ પહેલા ઈ-કોલ લેટર ડાઉનલોડ કરવાની રહેશે
ઉમેદવારોને તેમની પરીક્ષાના શહેર અને તારીખ વિશે એસએમએસ અને ઈમેલ દ્વારા અને પરીક્ષાની શિફ્ટ વિશે રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઈટ દ્વારા અપાયેલી લીંક મારફતે માહિતી અપાશે. પરીક્ષાના ચાર દિવસ અગાઉ ઈ-કોલ લેટર ડાઉનલોડ કરવાની લીંક લાઈવ થશે.
