પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર અભિયાનને' જુનાગઢની મહિલાએ બનાવ્યું સાર્થક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને જુનાગઢની એક મહિલાએ સાર્થક બનાવ્યું છે. ભાવનાબેને જુનાગઢ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક ખેતીની ખાસ તાલીમમાં જઈને વિવિધ પ્રકારના અર્કોની માહિતી મેળવી હતી.
બાદમાં ગાયના મુત્રમાંથી ગૌમૂત્ર, અર્ક જેવા કે લીમડાનો અર્ક, તુલસીનો અર્ક ,દસપર્ણી અર્ક વગેરે બનાવવા રૂ.11,000 ના ખર્ચે અર્ક બનાવવાનું મશીન ખરીદી રોજગારી મેળવવાનું શરૂ કર્યું.
1 લીટરના ભાવ અંદાજે 150 રૂપિયા
તેમને શુદ્ધ અર્કના બજારમાં 1 લીટરના ભાવ અંદાજે 150 રૂપિયા મળી રહ્યા છે. જો કે આગામી સમયમાં માર્કેટ સારૂં મળી રહેશે અને આવક પણ સારી થશે તેવી આશા ભાવના બેન દ્વારા વ્યકત કરવામાં આવી છે. જો કે શુદ્ધ અર્કની સાથે મહિલા બજારમાં અગરબત્તી ફિનાઈલ તેમજ સાબુ અને શેમ્પુ જેવી વસ્તુઓનું વેચાણ કરી વધુ આવક મેળવવા મહેતન કરી રહ્યા છે.
